લગ્નના રંગમાં ભંગ:અમદાવાદના કરફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યા

  • અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 લગ્ન હતા
  • નવેમ્બર અને ડિસેમ્બર મહિના સુધી લગ્નના મૂર્હત ઓછા છે,30 જૂનથી 25 નવેમ્બર સુધી લગ્નસરાને બ્રેક લાગી હતી
  • 6 વાગ્યા સુધી કરવામાં આવેલા સંપૂર્ણ કરફ્યુને લઈ લોકોમાં રોષ છે. રવિવારથી લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે લોકડાઉન કરવામાં આવતા શહેરમાં જ માત્ર 1700 લગ્નો પર કરફ્યુનું ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતા જ ફરી કરફ્યુ અને નાઈટ કરફ્યુ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ છે જે રદ કરવા પડ્યા છે. અનેક લોકોના ત્યાં આજે મહેમાનો પણ બહાર ગામથી આવી ગયા અને પાર્ટીપ્લોટ બુકિંગ થઈ ગયા છે ત્યારે કરફ્યુ લાગતાં લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યોં છે.

અમદાવાદમાં રવિવારે અને ત્યારબાદ ખૂબ જ લગ્નો છે તેમાં ખાસ કરીને 22 તારીખે વધુ લગ્નો છે. ત્યારે નાઈટ કરફ્યુથી લોકોના લગ્ન અટકી પડ્યા છે.શનિવાર અને રવિવાર ના ખાસ દિવાળી પછીના લગ્ન પહેલા મુહર્ત હોવાથી એમના બુકિંગ અને કંકોત્રી અપાઇ ગઈ હોવાથી બધા લોકોનું મોટું નુકસાન થશે તો આ બાબતે અમે વેડિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા આ બાબતમાં છૂટછાટ આપવા વિનંતી અને અપીલ કરવામાં આવી છે. સ્પેશિયલ કેસમાં પણ કોઈક છૂટછાટ આપવા વિનંતી કરાઈ છે.

લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી કર્ફ્યુ લંબાશે તો કેવી રીતે પ્રસંગ યોજાશે
ભડલી નોમ એટલે અષાઢ સુદ નોમ, જે 29 જૂને હતું. ખાસ કરી ઉત્તર ભારતમાં આ દિવસે અનેક લગ્નનાં આયોજન થયા હતા. અખાત્રીજ જેવું આ વણજોયું મુહૂર્ત હતું. જૂન મહિનામાં 15, 25 અને 29 તારીખ, નવેમ્બર-26, 30 અને ડિસેમ્બરમાં 1, 2, 6, 7, 8, 9, 11 તારીખે વિવાહનાં મુહૂર્ત હતા. દરમિયાન 30 જૂનથી 25 નવેમ્બર સુધી લગ્નસરાને બ્રેક લાગી હતી.

Comments