કોરોના :આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લંબાવાયો
દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધાર્યો હતો.
દેશમાં કોરોના મહામારીનું સંકટ હજી પણ ચાલુ છે. આ વર્ષે 23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.
વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 20 લાખથી વધારે ભારતીયો પરત આવ્યા
કોરોના વાઈરસ મહામારીની ધ્યાનમાં રાખીને ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ કરી દેવામાં આવી છે. મેથી વંદે ભારત મિશન અંતર્ગત અને જુલાઈથી દ્વીપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત અમુક ખાસ આંતરરાષ્ટ્રીય ઉડાન ચાલુ રાખવામાં આવી છે. ભારતે અંદાજે 18 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે. દેશમાં ડોમેસ્ટેકિ ફ્લાઈટ અંદાજે 2 મહિના સુધી બંધ રહ્યા પછી 25 મેથી ફરી શરૂ કરવામાં આવી છે.
Comments
Post a Comment