વૅક્સિન:વૅક્સિન ટ્રાયલ માટે વધુ 25 લોકોએ નામ નોંધાવ્યા, એક સાથે 50 લોકો આવે તો પણ રસી મુકાશે, 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે વૅક્સિન રખાઈ
- ગુરુવારે રસી પહેલાં અને પછી વિવિધ ટેસ્ટ કરાયા, અસરો અંગે વિગતવાર સમજ પણ અપાઈ
વોલન્ટિયર્સની મેડિકલ હિસ્ટ્રી લઈ કમ્પ્યૂટરમાં કોડ જનરેટ કરાયો
વોલન્ટિયર્સે ફોર્મ ભરીને પરત આપ્યા બાદ તેમની મેડિકલ તપાસ હાથ ધરાઇ હતી, જેમાં તેમનો બ્લડ ટેસ્ટ, બ્લડપ્રેશર ચેક કરાયુું તેમજ ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઇ તકલીફ છે કે નહિ, પરિવારમાં કોઇને કોરોના થયો હતો કે થયો છે તે સહિતની તમામ હિસ્ટ્રી લેવામાં આવી હતી. ત્યારબાદ વોલિયેન્ટર્સની તમામ માહિતી કમ્પ્યૂટરમાં નાંખતાની સાથે કોડ જનરેટ થાય છે, કોડ જનરેટ થતાં સ્ટાફ દ્વારા તાત્કાલિક વેક્સિન લાવીને વોલન્ટિયર્સને મુકવામાં આવી હતી. વેક્સિન આપ્યાના 30 મિનિટ પછી વોલન્ટિયર્સને વેક્સિન આપી છે તે જગ્યાએ લાલ ચકામા, ખંજવાળ,દુખાવો કે સોજો નથી તેની તપાસ કરી તેમજ બ્લડપ્રેશર અને ઓક્સિજન લેવલ તપાસવામાં આવ્યું હતું. પાંચેય વોલન્ટિયર્સમાં આ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
રસી પહેલાં કઈ તપાસ થઈ તેની ડાયરી આપવામાં આવી
વોલન્ટિયર્સની વેક્સિન આપવાની પ્રક્રિય પૂર્ણ થયા બાદ કયાં કયાં ટેસ્ટ કરાયા, શું પ્રોસિજર કરાઇ તે સાથેની વિગતવાર માહિતી સાથેની એક ડાયરી આપવામાં આવી હતી, વોલન્ટિયર્સે આ ડાયરી ફરીથી મહિના પછી સાથે લાવવાની હોય છે.
Comments
Post a Comment