સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
શાળા શરૂ કરવાને લઈને વાલી મંડળમાં શરૂઆતથી જ રોષ હતો
ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.
43 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના કેસ 1300 કરતા વધુ
દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. 43 દિવસ બાદ રાજ્યમાં ફરી એક દિવસમાં કોરોનાના કેસ 1300 કરતા વધું નોંધાયા છે. આ પહેલા 7 ઓક્ટોબરમાં 1343 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1340 કેસ સામે આવ્યા છે, જ્યારે 7 દર્દીનાં મોત થયા છે. તો 1113 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખ 92 હજાર 982 થયો છે, જ્યારે મૃત્યુઆંક 3830એ પહોંચ્યો છે તો કુલ 1 લાખ 76 હજાર 475 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 70.33 લાખ ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 12677 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે અને 12590 દર્દીની હાલત સ્થિર છે.
Comments
Post a Comment