:લુણવા પાસેથી 10.78 લાખના બેઝ ઓઇલ સાથે એક પકડાયો
એલસીબીએ 25.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભચાઉ તાલુકાના લુણવા તરફ જતા રસ્તા ઉપર બેઝ ઓઇલનો જથ્થો ટ્રાન્સફર કરી રહેલા ઇસમને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.10.78 લાખના જ્વલનશીલ પદાર્થ સાથે પકડી લીધો હતો.
આ બાબતે એલસીબી પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે લુણવા ગામ તરફ જતા રસ્તા પર આવેલી એન.આર.ઇ કંપની સામેના ભાગમાં આવેલા વાઘેશ્વરી ટ્રાન્સપોર્ટની બાજુના ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી ટ્રેક્ટરમાં જ્વલનશીલ પદાર્થ (બેઝ ઓઇલ) ના જથ્થાને વેંચાણ કરવા માટે ટ્રાન્સફર કરી રહેલા ગાંધીધામના ભારતનગરની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા જુગલ કિશોરભાઇ જોષીની રૂ.10,78,480 ની કિંમતના બેઝ ઓઇલના જથ્થા સાથે અટક કરી તેના કબજામાંથી રૂ.12,00,000ની કિંમતનું ટેન્કર, રૂ.3,10,000ની કિંમતનું ટ્રેક્ટર, રૂ.6,750 ની કિંમતના ઇલેકટ્રીક મોટર અને પાઇપ સહિત કુલ રૂ.25,95,230 ના મુદ્દામાલ સાથે વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યા હતા. આ કામગીરીમાં પીઆઇ દેસાઇ સાથે પીએસઆઇ બી.જે.જોષી , એલસીબી સ્ટાફ અને ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.
Comments
Post a Comment