નીતિન પટેલની મહત્વની જાહેરાત:અમદાવાદમાં કાલથી દિવસનો કર્ફ્યૂ હટી જશે, ચારેય મહાનગરોમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ રહેશે

  • અમદાવાદ સહિત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે
  • છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે
  • આવતી કાલે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યુની અવધી પુર્ણ થઈ રહી છે ત્યારે કર્ફ્યુને વધારવો કે મુક્તિ આપવી તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ન્યૂઝ ચેનલને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ રહેશે.

    કાલથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થશેઃ નીતિન પટેલ
    તેમણે ચેનલને જણાવ્યું હતું કે, અમદાવાદમાં શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય, તહેવારોમાં થયેલા સંક્રમણમાં વધારો ન થાય એટલા માટે શહેરમાં દિવસનો કર્ફ્યૂ નાંખેલો છે, તે આવતી કાલે પૂરો થાય છે. ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેવાનો છે. દિવસનો કર્ફ્યૂ અમદાવાદ એકલામાં હતો જે આવતીકાલે પૂર્ણ થવાનો છે. આવતીકાલે સવારથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થઇ જવાનું છે. ફરી પાછો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલ થવાનો છે, જેનો અમલ ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રહેવાનો છે.

  • રાતે 9 વાગ્યા પહેલા લગ્ન પ્રસંગ પૂર્ણ કરી લેવા પડશે: પોલીસ કમિશનર
    કોરોના કારણે શહેરમાં હવે કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે. જે સંદર્ભે હવે પોલીસ આગામી પરિસ્થિતિ માટે પણ સજ્જ થઈ છે. આજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ શહેરની મુલાકત લીધી હતી અને આ કરફ્યૂ અને આગામી પરિસ્થિતિ માટે પોલીસને જરૂરી સૂચના પણ આપી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, હાલ શહેરીજનો કરફ્યૂમાં સપોર્ટ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં લગ્ન સિઝન છે જેના કારણે પરિવારને પરમિશન આપવામાં આવી છે તેની સાથે 9 વાગ્યા પહેલા લગ્ન પ્રશ્નગ પૂર્ણ કરી લેવામાં આવે તેવી સૂચના પણ છે ત્યારે બાદ રાત્રીમાં કોઈ પરમિશન આપવામાં આવશે નહિં. લોકોને અપીલ છે કે, કરફ્યુમાં સમર્થન કરે અને તેમના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય આ કરફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે.



Comments