PUBG નહીં FAU-G રમો:PUBGની સામે અક્ષય કુમાર FAU-G ગેમિંગ એપ લાવ્યો, 20% આવક સૈનિકોને આપશે
સરકારે તાજેતરમાં જ પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પબજીની સામે નવી ગેમિંગ એપ લઈને આવ્યો છે. અક્ષય કુમારે તાજેતરમાં જ આ અંગેની ટ્વીટ કરી હતી.
અક્ષય કુમારે શું ટ્વીટ કરી
અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, વડાપ્રધાનની આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G લોન્ચ કરીને ગર્વ અનુભવું છું. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોને આપેલા બલિદાન અંગે પણ જાણશે. આ ગેમમાંથી થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણાં સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન આપવામાં આવશે.
અક્ષય કુમારની આ ગેમ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ છે. ઈન્ડિયા ટ્રેન્ડિંગમાં આવતા જ માત્ર એક કલાકની અંદર 20 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવી હતી.
પબજીને તાજેતરમાં જ બૅન કરવામાં આવી
- પબજી ભારત સહિત અનેક દેશોમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ્સ પૈકીની એક છે. ભારતમાં આ એપ 175 મિલિયન ડાઉનલોડ થઈ ચુકી છે.
- પબજીને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલે ડેવલપ કરી છે. જોકે, ચીનની મલ્ટીનેશનલ કંપની ટેન્સેન્ટની તેમાં હિસ્સેદારી છે.
- પબજીઆ અગાઉ પણ નિશાન પર રહી હતી. અનેક બાળકોમાં તેની ટેવ પડી જવાને લીધે માતા-પિતા ખૂબ જ પરેશાન રહેતા હતા. કેટલાક રાજ્યોએ તો તેને હંગામી ધોરણે પ્રતિબંધિત કરી હતી.
- પબજીએ ત્યારબાદ ખાતરી આપી હતી કે માતા-પિતા, એજ્યુકેટર્સ અને સરકારી સંગઠનો પાસે અભિપ્રાય લઈને સુરક્ષિત ઈકોસિસ્ટમ બનાવશે.
Comments
Post a Comment