કોરોના વાયરસ:રાજકોટ સિવિલમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર, અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનમાં 3 ડોક્ટર અને મંત્રી ભુપેન્દ્રસિંહ આવ્યા,

,
અમદાવાદથી ત્રણ ડોક્ટરો સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતી જાય છે. હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી ત્રણ ડોક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટમાં રાજકોટ આવી પહોંચ્યા છે. અભય ભારદ્વાજને 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓ છેલ્લા 16 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદના ત્રણ ડોક્ટરની સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવી પહોંચ્યા છે. અમદાવાદથી આવેલા ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લ દ્વારા અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. હાલ અભય ભારદ્વાજને સતત વેન્ટિલેટરની જરૂર પડી રહી છે.

Comments