અમદાવાદ-ઉદેપુર હાઇવે પર જતા પહેલા વાંચી લો આ સમાચાર, બોર્ડર બંધ, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

રાજસ્થાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલનનો મામલો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. શામળાજી – ઉદયપુર નેશનલ હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

ડુંગરપુર પાસે અસંખ્ય વાહનોમાં આગચંપીના બનાવો જોવા મળ્યા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરાયા છે, અને ભિલોડાથી અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરવામાં આવતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી છે.

શિક્ષણ ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. તેમજ મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. આ પથ્થરમારામાં 4 થી વધુ ગાડીઓ સળગાવાઈ હતી.

આંદોલનકારીઓએ હાલ હાઈવે પર મોટા પ્રમાણમાં તોડફોડી કરી હતી. તો સાથે જ પોલીસના વાહનોમાં પણ આગચંપી કરી હતી. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથરાવ કર્યો હતો. જેને કારણે ટ્રાફિક જામના દ્દશ્યો જોવા મળી રહ્યા છે.

શિક્ષક ભરતી 2018માં સામાન્ય વર્ગથી ખાલી પડેલ 1167 પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં 18 દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે. ગઈકાલે સાંજે તેઓએ હાઈવે જામ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે પણ તેમના ધારાસભ્યો સાથે �

Comments