ગૃહમંત્રી ફરી AIIMSમાં દાખલ:AIIMSએ કહ્યું- પોસ્ટ કોવિડ કેર બાદ શાહને સંપૂર્ણ મેડિકલ ચેક-અપની સલાહ આપવામાં આવી હતી, સંસદ સત્રના પહેલા એક -બે દિવસ આ ચેક-અપ ચાલશે
ગૃહમંત્રી અમિત શાહને શનિવારે મોડી રાત્રે 11 વાગ્યે ફરી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે AIIMS દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે અમિત શાહને સંસદના ચોમાસુ સત્ર પહેલાં સંપૂર્ણ મેડિકલ ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યા છે. એક-બે દિવસ સુધી આ ચેક-અપ ચાલશે. 30 ઓગસ્ટે તેમને જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે આ સલાહ આપવામાં આવી હતી.
આ પહેલાં શનિવારે સમાચાર આવ્યા હતા કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. 55 વર્ષીય અમિત શાહને પોસ્ટ કોવિડ કેર હોસ્પિટલમાંથી રજા મળી હતી. તેમણે પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટે AIIMSમાં દાખલ કરવામા આવ્યા હતા. એ સમયે તેમને શરીરમાં દુખાવો, થાક અને ચક્કર આવવાની ફરિયાદ હતી. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.
2 ઓગસ્ટે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો 2 ઓગસ્ટે શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. 14 ઓગસ્ટે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી તેમને રજા મળી હતી.
Comments
Post a Comment