રજૂઆત:ગળપાદરમાં પોલીસ ચોકી બનાવી સઘન પેટ્રોલિંગ કરો
ગાંધીધામના ગળપાદર ખાતે છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી અને વાહન ચોરીના વધી રહેલા બનાવોએ ચિંતા વધારી છે ત્યારે ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતીએ ગ ગળપાદરમાં પોલીસ ચોકી બનાવી પેટ્રોલિંગ સઘન બનાવો ળપાદરમાં વધી રહેલા ચોરીના બનાવો ધ્યાનમાં રાખી પોલીસ ચોકી બનાવાય, પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને રાત્રી પેટ્રોલિંગમાં હોમગાર્ડની પણ મદદ લઇ રાઉન્ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ એસપીને રજુઆત કરાઇ હતી. આ રજુઆતમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ શહેર પ્રમુખ સંજય ગાંધી,ભરત ભાઈ ગુપ્તા, ચેતન ભાઈ જોષી, કપિલ પાંધી, દેવેન્દ્ર સિંહ ઝાલા, રાજેન્દ્ર સિંહ , નિર્મલ સિંહ અને લતીફ ખલીફા જોડાયા હતા.
Comments
Post a Comment