કોરોના મહામારી:કચ્છમાં કોરોનાથી વધુ 2ના મોત, 33 દર્દી ઉમેરાયા

ગામડામાં 13માંથી ભુજના 4, અંજારના 3, માંડવીના 2, અબડાસા, ગાંધીધામ, લખપત, મુન્દ્રાના 1-1
કચ્છમાં ગુરૂવારે કોરોનાથી વધુ 2ના મોત જાહેર કરવામાં આવ્યા છે. વધુ 33 દર્દીઓનો ઉમેરો બતાવ્યો છે, જેમાં શહેરના 20 અને ગામડાના 13 કેસ છે. શહેરોના 20માંથી ભુજ, ગાંધીધામના 8-8, અંજાર, ભચાઉ, માંડવી, રાપરના 1-1 કેસ છે. જ્યારે ગામડાઓમાં તાલુકા મુજબ જોઈએ તો 13માંથી ભુજના 4, અંજારના 3, માંડવીના 2, અબડાસા, ગાંધીધામ, લખપત, મુન્દ્રાના 1-1 કેસ છે. અત્યાર સુધી કુલ 1941 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 1455 સાજા થઈ ગયા છે. 64 દર્દીના મોત થયા છે. 382 દર્દી હજુ સારવાર હેઠળ છે. જોકે, મંગળવારે 43 દર્દીની વિગત છુપાવાઈ હતી. જે બુધવારે 2 મોત બતાવી 41 કરાઈ હતી અને ગુરૂવારે વધુ 1 ઘટાડીને હવે 40 દર્દીઓની વિગત બાકી રખાઈ છે. આમ, કચ્છમાં અત્યાર સુધી 64 વતા 40 મળી કુલ 104 વ્યક્તિના મોત થયા છે. પરંતુ, ઓછા દિવસમાં વધુ મોત બતાવવાને બદલે વધુ દિવસમાં વધુ મોત બતાવવાની રમત શરૂ કરી દેવાઈ છે.

Comments