કંડલામાં ફરી ડીઝલ ચોરીનો પર્દાફાશ:12.83 લાખનો સરંજામ જપ્ત, પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરતા બે રંગે હાથ જબ્બે

આખી રાત ચાલેલી તપાસના અંતે સવારે ટ્રક સાથે તસ્કરો ઝડપાયા, 2.83 લાખનું 3640 લીટર ડીઝલ પકડાયું

ડીપીટી,કંડલાથી ખારીરોહર તરફ જતી પાઈપલાઈનમાં બાકોરુ પાડીને ડીઝલ ચોરી કરતા શખસોને રંગે હાથ કંડલા મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. જેથી સ્થળ પરથી 7 થી 8 લોકો ભાગી છુટ્યા હતા તો બેને પોલીસે પકડી પાડીને 3640 લીટર ડીઝલ સહિત 12.83 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ વખતે આશ્ચર્યજનક રીતે તસ્કરો ટ્રક લઈને આવ્યા હતા, જેથી આ જથ્થો અહીથી ભરીને દુર લઈ જવાનું પ્લાનીંગ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ પ્રતિત થતું હતું.

નકટી પુલ જતા રસ્તે તપાસ કરતા શંકાસ્પદ લાગતા ટ્રકને રોક્યું હતું
કંડલા પાસેથી પસાર થતી પાઈપલાઈનમાં બાકોરુ પાડીને તેમાંથી ડીઝલના કેરબા ભરીને બારોબાર વેંચવાના કારોબારમાં વધુ એક વાર પ્રયાસ થઈ રહ્યાની જાણ થતા બુધવારના મોડી રાત્રે કંડલા મરીન પોલીસે કી પોઈન્ટ્સ પર વોચ ગોઠવી હતી. નવનિયુક્ત પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું કે ચોરી કરતા તત્વો અઠંગ હોવાની શક્યતા હોઇ પુર્ણ તૈયારીઓ રેકી કરતા હોવાની બાતમી હતી. જેથી તેમને શક ન જાય તે રીતે ટીમો બનાવીને પોલીસે ફસવાઈ કંપની પાસે, નકટી પુલ જતા રસ્તે તપાસ કરતા શંકાસ્પદ લાગતા ટ્રકને રોક્યું હતું, તો તેની પાસેજ વહેલી પરોઢના પીલર નં. 345 પાસેથી લાઈન પાસેથી ડીઝલનો જથ્થો પણ મળી આવ્યો હતો.

Comments