ફી માફીનો નિર્ણય:ખાનગી સ્કૂલો સંચાલકો માત્ર 25 ટકા જ ફી માફી આપશે, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય, CBSE સહિતના તમામ બોર્ડને લાગુ પડશે



વાલીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ સંચાલકો માત્ર 25 ટકા ફી માફી માટે તૈયાર થયા છે. તેમજ ઈત્તર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને એટલે કે CBSEને પણ લાગુ થશે. જો કે આ જાહેરાત પણ ચૂંટણીલક્ષી છે. ચૂંટણીપંચે ગઈકાલે જ 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી છે અને આ જાહેરના 24 કલાકમાં જ સરકારે ફી માફીનો નિર્ણય લીધો છે.

હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો સ્કૂલ ફી ઘટાડવા સરકાર સ્વતંત્ર નિર્ણય લે
આ પહેલા ફી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.

Comments