હેલ્મેટ ન પહેરનાર દંડાયા:અમદાવાદમાં પોલીસની દરેક ચાર રસ્તે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ વગર પકડાયેલા પાસે રૂ. 500 દંડ વસૂલાયો


સ્ટેટ ટ્રાફિક પોલીસ વડાના આદેશથી આજે રાજ્યભરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ થઈ રહી છે
  • ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડા 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ કર્યો છે
  • હેલ્મેટ ઘરે ભૂલી ગયા છે તેવા લોકોએ બહાના કાઢ્યા, કેટલાક પોલીસ વગર હેલ્મેટ ડ્રાઈવમાં બચી જતા 
  • સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદાના કડક પાલન માટે ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડા દ્વારા આજથી 10 દિવસ એટલે કે 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર લોકોને દંડ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની ટીમો ઉતારી દેવામાં આવી હતી.

    રાજ્યમાં અમદાવાદ શહેર સિવાય દંડ વસૂલ ન કરતા DGPએ સ્પષ્ટતા કરીહેલમેટ ડ્રાઈવ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હાલ હાઇવે પર ડ્રાઈવ રાખવામાં આવી છે, પરંતુ શહેરમાં પણ કોઈ હેલ્મેટની કાર્યવાહી કરે તો પાબંદી નથી. શહેરમાં પણ હેલ્મેટનો દંડ પોલીસ કરી શકે છે

કયા ગુનામાં કેટલો દંડ?
લાયસન્સ, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.


Comments