કોરોના સંક્રમણ:કચ્છના અધધ 59 વિસ્તારો થયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

ગાંધીધામ-અંજારના 21, અબડાસાના 5 અને ભુજના 33 વિસ્તારોમાં મકાનો સીલ કરાયા

કચ્છમાં કોરોનાના કેસો વધતા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે. મંગળવારે એક સાથે અધધ 54 વિસ્તારોમાં અમુક મકાનો અને શેરીઓ માઇક્રો કઇન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા હતાં.ગાંધીધામના શકિતનગ, ટીસીએક્સ, સથવારા કોલોની, ગુરૂકુળ સમર્પણ એપાર્ટમેન્ટ, ભૂમિ દર્શન એપાર્ટમેન્ટ, સુંદરપુરીના ઓમફલેટ, ગણેશનગર, સેકટર-૧/એ, ભારતનગરની જય જોગણી સોસાયટી, ચાવલા ચોક તથા તાલુકાના શિણાય, સાઇનાથ રેસીડેન્સી, યોગીપુરમ વિસ્તારના કેટલાક મકાનો, અંજારના સત્યનારાયણનગર, દબડા, અયોધ્યાનગર, સોરઠીયા ફળીયા,મકલેશ્વર સોસાયટી, રામનગર, મેઘપર (બો)ના પરસોતમનગર, મેઘપર (કુંભારડી)ના મદીનાનગરના કેટલાક ઘરો, અબડાસાના બીટ્ટાનું ભાનશાળી ફળીયુ, નલીયાના શીશુવાટિકા વિસ્તાર, સપનાનગર, નલીયાના સ્ટાફ કવાર્ટર CHC, કોઠારા પોલીસ લાઇન, ભવાનીપર ભાનુશાળી ફળીયાના કેટલાક મકાનો, ભુજના સુમરાડેલી, જુની જયુબીલી હોસ્પિટલ પાસે, વોરા ફળીયા, મલેક ફળીયા, સીમંધર સીટી, થોબ શેરી, પ્રમુખસ્વામીનગર, ગેટ નં.૨ પાસે, ભાનુશાળીનગર કન્યા છાત્રાલયની સામે, ભીડનાકા, ભુતેશ્વર મંદિર પાસે, નાગરચકલા, જયેષ્ઠાનગર, નવી રાવલવાડીમાં આવેલા નરસિંહ મહેતાનગર, મદીનાનગર-1, ભકિતપાર્ક (મુન્દ્રા રોડ), એકતા રેસીડેન્સી , સત્યમનગર સોસાયટી, વોરા સાતનો ડેલો, ભીડચોકમાં કુંભાર મસ્જિદ પાસે, સોનીવાડ પબુરાઇ ફળિયા, દાદુપીર રોડ, મમણ ફળીયા, કુરેશી ફળિયું , ફોરેસ્ટ કોલોની કવાર્ટસ, ટોપહિલ સોસાયટી, સર્જન કાસા સોસાયટી, ઓધવ એવેન્યુ-1, જુની ઉમેદનગર, ખત્રીચોક, કંસારા બજાર, મોમાઇ મંદિરની બાજુમાં, આપાનગર, સહયોગનગર શેરી નં.12, સેજવાલા માતમ( પીઠા પીર રોડ), સિંકદર હોટેલ, માધાપર જુનાવાસ ગામે ઓધવબાગ-2, ઝુરા ગામે ખરેડી વાડી વિસ્તાર, કોડકી ગામના મકાનોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

Comments