રાપર હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો24 કલાકમાં મુંબઈ ક્રાઈમબ્રાંચે આરોપીને ઝડપ્યો
24 કલાકમાં મુંબઈ ક્રાઈમબ્રાંચે આરોપીને ઝડપ્યો
રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની કરવામાં આવી હતી હત્યા
દેવજી મહેશ્વરીની હત્યાના આરોપીનું નામ ભરત રાવલ
24 વર્ષના ભરત રાવલ પર હત્યાનો આરોપ
કચ્છ પોલીસ આરોપીનો કબજો લેશે
અત્યાર સુધી 6 ઈસમો ઝડપાયા
*રાપર પોલીસ સ્ટેશનમાં બનેલ હત્યાના ગુનામાં પૂર્વ કચ્છ પોલીસને મળી મોટી સફળતા
ગઈ કાલ તારીખ 25 ના રોજ રાપર શહેરમાં દેના બેંક ચોક ખાતે દેવજીભાઈ મહેશ્વરી કે જેઓ વકીલ તરીકે પ્રેકટીસ કરતા હતા તેઓની હત્યા થયેલ.
શ્રી જે.આર.મોથલીયા સાહેબ* બોર્ડર રેન્જ ભુજ તેમજ પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષક *શ્રી મયુર પાટિલ સાહેબ* ના માર્ગદર્શન હેઠળ આ ગુનાને શોધવા તેમજ આરોપીઓને પકડવા સારું રેન્જ સ્તરેથી અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવેલ હતી અને આ ટીમો આરોપીઓને શોધવા પ્રયત્નશીલ હતી. આ ગુનાનો મુખ્ય આરોપી ભરત આ ગુનાને અંજામ આપ્યા બાદ મુંબઈ ભાગી ગયેલા ની બાતમી મળેલ જે આધારે પૂર્વ કચ્છ પોલીસની એક ટીમ મુંબઇ રવાના કરેલ તેમજ અન્ય ટીમો અન્ય આરોપીઓને પકડવા કામગીરીમાં હતી.
આ ગુનાના મુખ્ય આરોપી *ભરત રાવલ* ની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પૂર્વ કચ્છ પોલીસ ના સંયુક્ત ઓપરેશન થી અટક કરવામાં આવેલ છે. તેમજ અન્ય પાંચ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે.
પ્રજાજોગ ની અપીલ
રાપર માં બનેલ હત્યા અનુસંધાને અત્યાર સુધી કુલ છ આરોપી રાઉન્ડઅપ કરવામાં આવેલ છે તેમજ અન્ય આરોપીઓને શોધવા ની કામગીરી ચાલુ માં છે. જેથી કોઈપણ પ્રકારની અફવાઓ માં આવ્યા વગર પોલીસ ને સહયોગ આપવા નમ્ર અપીલ છે
Comments
Post a Comment