નિર્ણય:ગાંધીધામ થી પુરીની વિશેષ સુપર ફાસ્ટ ટ્રેન બુધવારથી દોડાવાશે
- લોકડાઉન બાદ રેલવે વ્યવહારને પાટે ચડાવવાનો પ્રયાસ
- ખુરદા રોડ સુધીની ત્રણ ટ્રેનો માટે અપાઈ લીલીઝંડી
- વિશેષ ટ્રેનોની શ્રેણી યથાવત
લોકડાઉન દરમ્યાન પ્રવાસી ટ્રેનોને સંપુર્ણ બંધ કરી દેવાઈ હતી. અનલોક પ્રક્રિયામાં ધીમી ધારે તેને શરુ કરવા તરફ પગલા ભરવામાં આવી રહ્યા છે. આ માટે લેવાઈ રહેલા પગલા અનુસાર વિશેષ સુપરફાસ્ટ ત્રણ ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં ગાંધીધામથી પુરી અને પુરીથી ગાંધીધામ ટ્રેનને સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
રેલવેના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે આગામી તા.16/09ના ગાંધીધામ થી પુરી (02973/02974) સુપરફાસ્ટ ટ્રેન રવાના થશે. જે ગાંધીધામથી બુધવારના રાત્રે 11 કલાકે ઉપડીને ત્રીજા દિવસે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે. તો તા.19/09ના પુરીથી શનિવારના સવારે 11:40 વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે ગાંધીધામમાં સવારે 6:40ના પહોંચશે. માર્ગ પર બંન્ને દિશાઓમાં આ ટ્રેન વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, કાંટાબાંજી, ટિટલાગઢ, કેસિંગા, રાયગડા, વિજયનગરમ, શ્રીકાકુલમ, પલાસા, સોમપેતા, બેરહામપુર, છત્રાપુર, બાલુગન, ખુરદા રોડ, સાખીગોપાલ, પુરી પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ટુ ટીયર, થ્રી ટીયર, સ્લીપર અને જનરલ સેકંડ ક્લાસની અનામત બેઠકો રહેશે. આ ટ્રેન અંગે પશ્ચીમ રેલવે દ્વારા ગાંધીધામ પુરી જ્યારે કે પુર્વીય રેલવે વિભાગ દ્વારા ગાંધીધામ ખુરદા રોડનો શબ્દપ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
Comments
Post a Comment