28 વર્ષ પછી અડવાણી-મુરલી સહિત 32 આરોપી નિર્દોષ, કોર્ટે કહ્યું- CBI પુરાવા ન લાવી શકી, અડવાણીજીએ કહ્યું- જયશ્રી રામ

  • 28 વર્ષ, 2500 પેજની ચાર્જશીટ, 351 સાક્ષી, અડવાણી સહિત 32 આરોપી
  • અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 48 લોકો વિરુદ્ધ FIR થયા હતા, તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં
  • 1993માં હાઇકોર્ટના આદેશ પર લખનઉમાં સ્પેશિયલ કોર્ટ બની, 994 સાક્ષીનું લિસ્ટ હતું
  • બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં 28 વર્ષ પછી હવે નિર્ણય આવ્યો છે. લખનઉમાં CBIની સ્પેશ્યિલ કોર્ટના જજ એસકે યાદવે 2000 પાનાનો નિર્ણય આપ્યો છે. જેમાં જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.

Comments