viral fact પબ્લિક બની ‘ વેબકૂફ '/સોસીયલ મિડીયા વોટસએપ ગ્રુપ ઉપર ‘ ગાંઘીઘામની મુખ્ય બજારમાં બીન્દાસ નોન - આલ્કોહોલીક ફુટ બીયરફેરી ' એક શખ્સ બીયરના ટીન લઇને બજારમાં ફર્યો

સોસીયલ મિડીયા વોટસએપ ગ્રુપ ઉપર ‘ ગાંઘીઘામની મુખ્ય બજારમાં બીન્દાસ બીયરની ફેરી ' એક શખ્સ બીયરના ટીન લઇને બજારમાં ફર્યો . ૨૦૦ રૂપિયામાં બીયર ' ના નારા સાથે જાહેરમાં ફર્યો શખ . સંકુલની કાયદા રક્ષકોની ઢીલી નીતી સામે ઉઠયા સવાલો'સમાચારનો જાહેર રદીયો .

આજરોજ સોસીયલ મિડીયા પર વોટસએપ ગ્રુપ ઉપર ' ગાંઘીઘામની મુખ્ય બજારમાં બીન્દાસ બીયરની ફેરી ’ એક શખ્સ બીયરના ટીન લઇને બજારમાં ફરયો . ૨૦૦ રૂપિયામાં બીયર ’ ના નારા સાથે જાહેરમાં ફરયો શમ્સ , સંકુલની કાયદા રક્ષકોની ઢીલી નીતી સામે ઉઠયા સવાલો ' સાથે એક વીડીયો સોસીયલ મીડીયા ગ્રુપમાં વાયરલ થયેલ તેમજ અલગ - અલગ દૈનીક પેપરોમાં ગાંઘીઘામમાં ઉભી બજારે બીયરની બીન્દાસ ફરી વિગેરે મતલબનો સમાચાર અહેવાલ પ્રસારીત થયેલ છે . આ અંગે તપાસ કરતાં વીડીયો માં દેખાતો શબ્ન મુરલી થાવરદાસ ભાટીયા ઘંઘો - છુટક ફેરી રહેવાશી - જી.એન . કોમ્પલેક્ષ વોર્ડ -૧ ર / સી પ્લોટનં .૫૮૧ બીજો માળ લીલાશાહ નગર ગાંઘીઘામ વાળો હોવાનો જણાયેલ જેને આ અંગે પુછતાં જણાવેલ કે મારી પાસે હાલે કોઇ ઘંઘો ન હોય જેથી ગાંઘીઘામ ચાવલાચોકની બાજુમાં આવેલ સરદાર હરીસિંઘ મેવલસિંઘ જનરલ સ્ટોરમાંથી ગઇ કાલે ચાર નંગ નોન - આલ્કોહોલીક ફુટ બીયરનાં ટીન રૂ .૯૫ / - ના ભાવે લીઘેલ હતા અને બજારમાં બસો રૂપિયામાં બીયર ઠંડુ એવી બુમો પાડતો હતો જેથી જેને ખબર ન પડે તેવાં માણસો બસો રૂપિયામાં ખરીદ કરી લેશે તે આશયથી હું બુમો પાડતો હતો તેવું જણાવેલ આ કામે વીડીયોમાં દેખાતા ટીન ઝુમ કરી જોતાં તેમાં પણ ઉપર જણાવેલ ટીન જ દેખાય છે આમ વાયરલ થયેલ વીડીયોમાં જણાવેલ હકીકત ખોટી છે તેમજ વીડીયોની સત્યતાની ખરાઇ કર્યા વગર જ વાયરલ કરવામાં આવેલ છે તેવું તપાસ દરમ્યાન ફલિત થયેલ છે આવા વીડીયોની સત્યતાની ખરાઇ કર્યા વગર વાયરલ ન કરવા અંગેની અપીલ કરવામાં આવે છે .

Comments