હાઇકોર્ટનું કડક વલણ:માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ, સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં 5થી 6 કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો
હાઇકોર્ટે બે દિવસ પહેલાં જ સરકારને માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવવા પર વિચાર કરવા કહ્યું હતું
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.
- ફેસ કવર માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા લોકોને 10થી 15 દિવસ સુધી કોવિડ કેર સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલો. આ ઉપરાંત તેમની પાસેથી દંડ પણ વસૂલો.
- 'આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે': ગુજરાત હાઇકોર્ટ
- રાજ્ય સરકાર આવી પોલિસી લાવવાની બાબતમાં અવઢવમાં હતી અને તેમણે હાઇકોર્ટને કહ્યું કે તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી છે. તેને કારણે તેમને પોલિસીના અમલમાં મુશ્કેલી આવી રહી છે.
- ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન ન કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે
Comments
Post a Comment