સામખ્યાળી નેશનલ હાઇવે રોડ પર આવેલ ચૌધરી હાઇવે હોટલનાં પાર્કીગનાં મેદાનમાંથી વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ - કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોકલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ આ બાબતે પ્રયત્નશીલ હતી તે દરમ્યાન સામખ્યાળી નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સામખ્યાળી થી માળીયા તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ચૌધરી હાઇવે હોટલનાં પાર્કીગનાં મેદાનમાંથી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સામખ્યાળી પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી : ( ૧ ) રામચંદ્ર દલારામ ઉ.વ .૩૨ રહે . લાખોણી , ગોદારો કી ઢાણી , નિબલકોટ તા . ગુદામલાણી થાના ચંદરી જી.બાડમેર રાજસ્થાન આવેલ આરોપી

હાજર ન મળી આવેલ આરોપી ( ૧ ) દેવારામજી હુડા રહે . ધારાસર તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન ( ૨ ) વિદેશી દારૂ મંગાવનાર વિમલભાઇ રહે મોરબી મુદ્દામાલ


મુદ્દામાલ : - ટ્રેલર નંબર આર.જે .૧૯ - જી.ડી -૫૮૬૪ કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / - વિદેશી દારૂની ૭૫૦ એમએલની બોટલો નંગ -૪૮૩ કિ.રૂ .૨૦૦૮૩૦ / - વિદેશી દારૂની ૧૮૦ એમએલની બોટલો નંગ -૪૭૭ કિ.રૂ .૪૭,૦૦૦ / - તથા - બીયર ટીન નંગ -૨૩૯ કિ.રૂ .૨૩,૯૦૦ / - 
મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / કુલે કિ.રૂ .૧૨,૭૭,૪૩૦ 

આ કામગીરીમા બી.જે.જોષી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .



Comments