ભારત બંધની અસર ગુજરાત :રાજસ્થાન બોર્ડર બંધ કરાવતા કોંગી MLAની અટકાયત, વડાપ્રધાનનું પુતળુ બાળવાનો પ્રયાસ નિષ્ફળ, બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદ સુધી આગજની, અટકાયતો- ચક્કાજામ, 50 ટકા બજારો બંધ
- વડોદરા નેશનલ હાઈવે, સાણંદ અને ભરૂચ-દહેજ હાઇવે પર ટાયર સળગાવાયાં, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત
- ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાય એવી જાહેરાત , 9 વાગવા છતાં યાર્ડમાં એક પણ દુકાન ખુલ્લી નથી
- વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલીના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળતાં અટકાયત, ધાનાણી અને પોલીસ વચ્ચે તૂતૂમેંમેં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત બંધની અસર ગુજરાત LIVE:રાજસ્થાન બોર્ડર બંધ કરાવતા કોંગી MLAની અટકાયત, વડાપ્રધાનનું પુતળુ બાળવાનો પ્રયાસ નિષ્ફળ, બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદ સુધી આગજની, અટકાયતો- ચક્કાજામ, 50 ટકા બજારો બંધ
- વડોદરા નેશનલ હાઈવે, સાણંદ અને ભરૂચ-દહેજ હાઇવે પર ટાયર સળગાવાયાં, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત
- ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાય એવી જાહેરાત , 9 વાગવા છતાં યાર્ડમાં એક પણ દુકાન ખુલ્લી નથી
- વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલીના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળતાં અટકાયત, ધાનાણી અને પોલીસ વચ્ચે તૂતૂમેંમેં
આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર બંધ કરાવવા જતાં અમીરગઢ પાસે કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની અટકાયત કરાઈ છે. ભારત બંધની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. જેને પગલે ઠેરઠેર આગજનીના બનાવો બન્યા હતા. ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતા અને કાર્યકરો તથા ખેડૂતોની અટકાયત કરાઈ છે. જેના પગલે રાજ્યમાં જનજીવનને અસર થવા પામી છે.
રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ અને ખેડૂતોની અટકાયત
આજે ગુજરાતમાં પણ ભારત બંધના વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા છે અને ચક્કાજામ કરાયો હતો, અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ છે. દહેગામનાં પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત કરાઈ છે, આ સિવાય રાજકોટનાં મહિલા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરાઈ છે.
Comments
Post a Comment