Skip to main content
વેક્સિનેશનની તૈયારી:આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે મતદારયાદીના આધારે ડોર ટુ ડોર સરવે શરૂ, 50 વર્ષથી વધુ વયનાને બીજા રાઉન્ડમાં વેક્સિન અપાશે
- રાજ્યમાં કોરોના વેક્સિન માટે 10 (આજથી)થી13 ડિસેમ્બર દરમિયાન ડોર ટુ ડોર સરવે
- મતદાન મથક પ્રમાણે, ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે
- અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બર (આજથી)થી 13 ડિસેમ્બર દરમિયાન સરવે કરવામાં આવશે. એના આધારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતનાં શહેરોમાં સરવેની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે.
Comments
Post a Comment