પીએમનો પ્રવાસ:15 ડિસેમ્બરે મોદી ગુજરાતમાં, કચ્છના ધોરડો ખાતેથી 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે, એસપીજીની ટીમે તૈનાત

  • ક્ચ્છ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી IPS સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા
  • વડાપ્રધાનના બંદોબસ્તમાં જોડાનારા પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
આગામી 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના ધોરડો ખાતેથી માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ખારા પાણીને મીઠુ પાણી બનાવવાના 100 એમ.એલ.ડી. ડીસેલીનેશન પ્લાન્ટનું ડીજીટલ ખાતમુહૂર્ત કરવામાં આવશે. PM નરેન્દ્ર ભાઈ મોદીની ક્ચ્છ મુલાકાતનો મામલો એસપીજીની ટીમે અગ્ર હરોળની સુરક્ષા વ્યવસ્થા સંભાળી બંદોબસ્તમાં જોડાનારા પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ક્ચ્છ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આઇપીએસ અને અન્ય પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે.

આ પ્રકારનો હશે PM મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન 15 ડિસેમ્બરે એક દિવસ માટે કચ્છ આવી રહ્યા છે. PM મોદીની ક્ચ્છ મુલાકાતને પગલે સુરક્ષા માટે એસપીજીની ટીમ આજે કચ્છમાં તૈનાત કરાઈ રહી છે. મોદી બપોરે ટેન્ટસિટીમાં સભા સંબોદ્યા બાદ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. જ્યારે સાંજે સફેદ રણની ચાંદની નિહાળ્યા બાદ દિલ્લી જવા રવાના થશે. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા. પરંતુ ઉત્તરપ્રદેશ સરકારે ટેન્ટના મામલામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા સંજોગોમાં કચ્છના સફેદ રણમાં આવેલા ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ કર્યો છે.


Comments