અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?
અમદાવાદઃ ટેકનોલોજીનો વ્યાપ વધતાં હવે લોકો હાઈ-ટેક (Hi-tech) બની રહ્યા છે. જ્યારે કેટલાક યુવાનો સમય પસાર કરવા કે પછી સાથીદારની શોધમાં ઓનલાઇન ડેટિંગનો (Online dating) સહારો લેતા હોય છે. જો કે આ ટાઈમ પાસ (Time pass) ક્યારેક યુવાનોને ભારે પડે છે. કારણ કે ડેટિંગના બહાને તેઓની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. આવી જ રીતે ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા યુવકો સાથે મિત્રતા કેળવી યુવકો પાસેથી રૂપિયા પડાવતી સુંદર મહિલાને (beautiful woman) સાઈબર ક્રાઈમ બ્રાન્ચે (cyber crime branch) ઝડપી પાડી હતી. કેવી રીતે યુવકોને ફસાવતી હતી એ અંગે જાણીને પોલીસ પણ ક્ષણવાર ચોંકી ગઈ હતી.
અલગ અલગ ડેટિંગ એપમા આ પ્રકારે ફેક પ્રોફાઈલ બનાવી અથવા તો પ્રોફાઈલમાં નંબર ઉપલબ્ધ કરાવામાં આવે છે. જ્યારે આ યુવાનો નંબર પર મેસેજ કરે ત્યારે તેમને સુંદર છોકરીઓ સાથે મુલાકાત કરાવવાની કે પછી સુંદર છોકરીઓના ફોટા મોકલવાની કે નગ્ન ફોટા મોકલવાની લાલચ આપવામાં આવે છે. અને તેના માટે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેવાય છે.
Comments
Post a Comment