કેબિનેટની બેઠકમાં નિર્ણય:રાજ્યનાં 4 મહાનગરમાં કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડો; 1થી 14 જાન્યુઆરી સુધી હવે રાત્રે 10થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે

  •  શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં
  • 31 ડિસેમ્બર સુધી રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં
  • અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે
ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હવે દસથી સવારના છ વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો છે. બુધવારે સાંજે રાજ્યની કોર ગ્રૂપની બેઠક મળ્યાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. 14 જાન્યુઆરી સુધી આ રીતે કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરી બાદ આ અંગે પુનઃસમીક્ષા થશે. જો સંક્રમણમાં ઘટાડો થાય અને સ્થિતિ સુધરે તો કર્ફ્યૂ વધુ હળવો થશે. આ ઉપરાંત ઉત્તરાયણમાં જો સ્થિતિ સારી જણાશે તો લગ્ન અને અન્ય સમારોહમાં આમંત્રિતોની સંખ્યા પરની મર્યાદા પણ ઘટશે. 

પતંગોત્સવ નહીં થાય, ધાબે ચગાવી શકાશે 
ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં પતંગોત્સવ પર પણ મનાઇ ફરમાવી છે. तेथતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. જો કે લોકો ધાબા પર પતંગ ચગાવી શકશે. આ અંગે વિસ્તૃત ગાઈડલાઈન જારી કરાશે.

અમદાવાદ સહિત 4 શહેરોમાં 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કર્ફ્યૂના અમલનો સમય રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની આ સમય વ્યવસ્થા 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.


Comments