પરમીટ ધારકોનો ધસારો:બે લીકર શોપમાંથી ડિસેમ્બરમાં 56 લાખનો શરાબ વેંચાયો

  • થર્ટીફસ્ટ ઉજવવા માટે પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી
  • કોરોનાને કારણે ગત વર્ષ કરતા વેંચાણ અડધું થયું
  • ભુજની બે હોટેલોમાં આવેલી લીંકર શોપમાંથી 56 લાખનો શરાબ-બીયરનો જથ્થો ડિસેમ્બર માસમાં વેચાયો છે, પણ કોરોના મહામારી અને પ્રવાસન સિઝન સારી ન હોવાના કારણે આ વર્ષે 50 ટકાનું ગાબડુ પડયું છે. ગત વર્ષે સવા કરોડ આસપાસ શરાબ-બિયરનો જથ્થો માત્ર ડિસેમ્બર માસમાં વેચાયો હતો.

    હેલ્થ પરમીટ ધારકો અને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ લીંકર શોપની પરમીટ ઇસ્યુ કરાવી લીંકર શોપમાંથી શરાબ-બીયરનો જથ્થો ખરીદતા હોય છે. પરમીટ મુજબ તેમને જથ્થો લેવાની છુટછાટ અપાય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યા ઓછી બની છે. દિવાળીની રજાઓ ટાણે બે-ચાર દિવસ પ્રવાસી આવ્યા હતા તો હાલ થર્ટીફર્સ્ટના દિવસોમાં થોડાજાજા પ્રવાસીઓ દેખાય છે.

પરમીટધારકોમાં કચ્છ ચોથા નંબરે 
રાજયમાં લીંકર શોપની પરમીટધારકોની સંખ્યા 54 હજાર છે, જેમાં પ્રથમ નંબરે સુરત બાદમાં અમદાવાદ અને વડોદરા આવે છે. પરમીટધારકોમાં કચ્છ ચોથા નંબરે છે.

Comments