પ્રતિક્રિયા:ભારત બંધના એલાન પર મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન- દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે
- ભારત બંધના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન જોડાયા
- ગુજરાતમાં ભારત બંધના સમર્થનમાં કિશાન સંઘ નહીં જોડાય
દેશભરમાં આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. જેને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત બંધના એલાન પર પત્રકાર પરિષદ યોજીને નિવેદન કર્યું હતું કે, દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે.
ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે, બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવામાં આવશે. પંજાબના ખેલાડીઓ અને કલાકારો સોમવારે અવોર્ડ વાપસીનું એલાન કરી શકે છે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે. એ પહેલાં બંધ નિર્ણાયક બનશે.
Comments
Post a Comment