ગુજરાત સરકારે લગ્ન પ્રસંગ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, મંજુરીની અરજી ઓનલાઈન કરવી પડશે, જાણો વધુ વિગતો
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન યોજાતા લગ્ન પ્રસંગો માટે અગાઉ ઘણી બધી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. જેમાં એક બાબતનો મહત્વનો બદલાવ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એક વેબસાીટ તૈયાર કરવામાં આવી છે જ્યાં લોકો પોતાના લગ્ન પ્રસંગની અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની રહેશે.
લગ્ન સમારોહ યોજવા માટે Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર www.digitalgujarat.gov.in પર કાર્યરત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંગ યોજવા અંગે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પછી અરજદારને રજીસ્ટ્રેશન સ્લીપ પણ મળી જશે જેની પ્રિન્ટ કે પીડીએફ ફાઈલ પણ લઈ શકાશે.
Comments
Post a Comment