Skip to main content
ગુજરાતમાં ગરબા નહીં થાય:નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઈ શકશેઃ સરકારની ગાઇડલાઇન્સ
- પ્રસાદ વિતરણ નહીં કરી શકાય, આરતી કરવા એક કલાકની છૂટ
- કોઈપણ પ્રકારના ગરબા નહીં યોજાય, પણ પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારકોને છૂટ
- આરતી પણ રેકોર્ડિંગમાં વગાડી કરવાની, કોઈ કલાકાર હાજર નહીં રહે
- છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.
Comments
Post a Comment