જૂનાગઢ માંગે સસ્તો રોપ-વે:ગિરનારનાં સંતોએ કહ્યું, ભાવ વધુ પડતો, સામાજીક સંસ્થાઓ બાદ હવે સાધુ-સંતો પણ રોપ-વેનાં ઉંચા ભાવને મુદે આગળ આવ્યાં

ગિરનાર રોપ-વે શરૂ થયા બાદ ટિકિટનાં ઉંચા ભાવને લઇ લોકોમાંરોષ ફેલાયો છે. જૂનાગઢની સામાજીક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. બાદ હવે ગિરનાર મંડળનાં સંતો પણ આ મુદે આગળ આવ્યાં છે. વર્ષ 2009માં ગિરનાર રોપ-વે યોજના મંજુર કરવા માટે સંતોએ આગેવાની લીધી હતી. ફરી રોપ-વેનાં ભાવ વધારા મુદે સંતોએ પહેલ કરી છે. અને ગિરનાર રોપ-વેનાં ભાવ સામાન્ય લોકોને પરવડે તેવા રાખવા કહ્યું છે.

ભાવ નહી ઘટે તો પરિક્રમા અને મેળામાં અસર થશે
મહંત ઇન્દ્રભારતીબાપુ એ જણાવ્યુ કે - ગિરનાર રોપ-વેનાં ભાવ વ્યાજબી હોવા જોઇએ. નાના લોકોને પરવડે તેવા હોવા જોઇએ. જયરામ રમેશ કેન્દ્રીય મંત્રી હતા ત્યારે અહીં બોલાવી તેમનું સન્માન કરાવ્યું હતું. આ યોજનાને લીલી ઝંડી મળે તેમ કહ્યું હતું. હાલ જે ભાવ છે તે ઘટાડવામાં નહી આવે તો પરિક્રમા અને મેળાનો બહિષ્કાર કરવામાં આવશે.

ભાવ ઓછા હશે તો વધુ લોકો લાભ લશે
શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી એ જણાવ્યુ કે -વેથી વિકાસ થશે. લોકો તેનો વધુ ઉપયોગ કરે તે માટે ટિકિટનાં ભાવ ઘટાડવા જોઇએ. ભાવ ઓછા હશે તો વધુ લોકો આ યોજનાનો લાભ લશે. શહેર અને સાથે ધાર્મીક સ્થળોનો પણ વિકાસ થશે. મોટા શહેર જેટલા જૂનાગઢનાં લોકો સંપન્ન નથી, માટે રોપ-વેની ટિકીટનાં ભાવ ઘટાડવા જોઇએ.

સામાન્ય વ્યક્તિને પોસાય તેવા ભાવ હોવા જોઇએ
મહંત શેરનાથબાપુ એ જણાવ્યુ કે - રોપ-વેનાં ઉંચા ભાડાને લઇને વિવાદ ઉભો થયો છે. ખાસકરીને સામાન્ય વ્યક્તિને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તવંગર લોકોને તો ભાવ બાબતે મુશ્કેલી નથી. સામાન્ય વ્યક્તિને પોસાય તેવા ભાવ રાખવાની જરૂરી છે. ભાડું ઘટે તો સામાન્ય વ્યક્તિ વધુ મુસાફરી કરશે. અને સંગાને પણ લઇ જશે.

રોપ-વેની ટિકિટ 400 રૂપિયા, જીએસટી નહી
રોપ-વેની ટિકિટનાં ઉંચા ભાવનો વિરોધ ઉઠી રહ્યો છે. રોપ-વેની ટિકિટનાં દર રૂપિયા 400 હોવા જોઇએ. તેમજ સરકારે જીએસટી ન લગાવવો જોઇએ. મધ્યવર્ગનાં લોકો અને સિનીયર સિટીઝનને વિશેષ લાભ આપવો જોઇએ.
જિલ્લા પંચાયત મેદાનમાં કેબીનો ખડકાઇ
રોપ-વે કંપની દ્વારા ટિકિટ માટેની કેબીન જિલ્લા પંચાયત મેદાનમાં રાખવામાં આવી છે. ટિકીટ માટેનું સંચાલન અહીંથી થશે. પરંતુ આ જગ્યા માટે કોની મંજુરી લેવામાં આવી ? તેવા સવાલ ઉભા થયા છે. કંપનીને પહેલેથી રોપ-વે સાઇટ પર જગ્યા આપવામાં આવી છે. તો હવે અહી કબજો કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

સરકાર ભાવ મુદે શ્વેતપત્ર બહાર પાડે
ગિરનાર રોપ-વેનાં ભાવ સામાન્ય હોવા જોઇએ. સામાન્ય લોકો મુસાફરી કરી શકે તેવા ભાવ રાખવા જોઇએ. તેમજ સરકારે ઉષા બ્રેકો કંપની સાથે ભાવ અંગે કરેલું શ્વેતપત્ર બહાર પાડવું જોઇએ. જેથી લોકોને ખબર પડે કે ભાવ શું નકકી થયા છે.

અતિથી સાથે જાય તો એક મહિનાનું બજેટ ખોરવાઇ જાય
રોપ-વે યોજના શરૂ થતા સામાન્ય લોકોનાં બજેટ પર અસરપડનાર છે. અતિથી સાથે રોપ-વેમાં મુસાફરી કરે તો એક મહિનાનું બજેટ ખોરવાઇ જાય તેવા ઉંચા ભાવ રાખ્યાં છે. ત્યારે ભાવમાં ઘટાડો કરવાનો ખાસ જરૂર છે.

Comments