તંત્ર:ગાંધીધામ-ભાગલપુર પૂજા વિશેષ ટ્રેન દર શુક્રવારે દોડશે

તંત્ર:ગાંધીધામ-ભાગલપુર પૂજા વિશેષ ટ્રેન દર શુક્રવારે દોડશે

યાતાયાત ક્ષેત્રે હવે અનલોક પ્રક્રિયા વેગ પકડી રહી હોય તેમ વધુ એક ટ્રેન ગાંધીધામ ભાગલપુરને સીમીત સમયગાળા માટે ચલાવવાની મંજુરી મળી ગઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર રેલવે વિભાગે આગામી 15 ઓક્ટોબરથી 30 નવેંબર સુધી પુજા સ્પેશ્યલ ગાંધીધામ ભાગલપુર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન (09451/52) દોઢ મહિના માટે દર શુક્રવારે સાંજે 5:40ના ઉપડશે અને રવિવારના સાંજે 6 વાગ્યે ભાગલપુર પહોંચશે. તો ભાગલપુરથી દરેક સોમવારે સવારે 6:30 વાગ્યે ઉપડીને બુધવારના સવારે 8 વાગ્યે ગાંધીધામ પહોંચશે. મુંગેર ગંગા પુલથી ચાલનારી આ ટ્રેન માર્ગમાં મુંગેર, બરૌની, સમસ્તીપુર, મુજફ્ફરપુર, હાજીપુર, છપરા, સિવાન, ગોરખપુર, દેવરિયા, ગોંડા, બસ્તી, લખનૌ, કાનપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ થઈને ગાંધીધામ પહોંચશે.

Comments