કોરોના બેકાબૂ:જિલ્લામાં 27 કેસ નોંધાયા : સર્વાધિક 10 ભુજ શહેરના

  • શહેરોના 17માંથી ગાંધીધામના 4, માંડવીના 2, અંજારમાં 1 પોઝિટિવ દર્દી
  • ગામડાઓમાં તાલુકા મુજબ અબડાસા, રાપર 2-2 અને ભુજ, નખત્રાણામાં 3-3 દર્દી
  • કચ્છમાં સોમવારે કોરોનાના વધુ 27 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં શહેરોના 17માંથી ગાંધીધામના 4, માંડવીના 2, અંજારના 1 દર્દી અને ગામડાઓમાં તાલુકા મુજબ અબડાસા, નરાપર 2-2, ભુજ, નખત્રાણા 3-3 કેસ ચોપડે ચડાવાયા છે. જોકે, વધુ 35 દર્દી સાજા થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 2264 પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 1789 દર્દી સાજા પણ થઈ ગયા છે. તંત્રએ 67 દર્દીના મોત બતાવ્યા છે. 362 દર્દી હજુ સારવાર હેઠળ છે. જોકે, આંકડામાં તફાવત 45માંથી વધીને 46 બતાવાયો છે, જેથી વધુ 1ના મોતને આડકતરી રીતે સમર્થન મળ્યું છે.


Comments