અમદાવાદમાં સી-પ્લેન સેવાનો પ્રારંભ:મોદી કેવડિયાથી સી-પ્લેનમાં ઊડીને 50 મિનિટમાં અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા, સી-પ્લેન સેવા શરૂ કરાવ્યા બાદ PM દિલ્હી જવા રવાના થયા
અમદાવાદમાં સી-પ્લેન સેવાનો પ્રારંભ:મોદી કેવડિયાથી સી-પ્લેનમાં ઊડીને 50 મિનિટમાં અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા, સી-પ્લેન સેવા શરૂ કરાવ્યા બાદ PM દિલ્હી જવા રવાના થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી 11:55એ સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ સાબરમતી નદીમાં ઊતર્યા હતા. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવા શરૂ થઈ ગઈ છે. મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ લાદ્યો હતો. એટલું જ નહીં, મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગુ કરાયો હતો. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી હતી. રિવરફ્રન્ટ પર 45 મિનિટ સુધી રોકાયા બાદ પીએમ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થયા હતા.
Comments
Post a Comment