વિરોધ:આદિપુરમાં કોગ્રેસે 2/બી પાણીના ટાંકાને કરી તાળાબંધી

  • નગર પાલિકાના ગેર વહીવટથી લોકો પરેશાનઃ લાખો રૂપિયાનો ખર્ચે એળે
  • પાણી પહોચાડવામાં પાલિકા સરેઆમ નિષ્ફળ: પાણી નિયમીત ન અપાય તો આંદોલનની અપાઈ ચીમકી
  • ગાંધીધામ નગર પાલિકાના પાણી વગરના પદાધિકારીઓ લોકોને 3 કે 4દિવસે પણ પાણી પહોચાડવામાં નિષ્ફળ ગયા છે .અવારનવાર રજુઆતો કરવામાં આવી છતાં પાલિકાઆ સમસ્યાનો હલ લાવી શકી નહોવાથી કેટલાક માનીતાને ટેન્કર પહોચાડી સંતોષ માને છે. મોટા ભાગના સામાન્ય લોકોને વેચાતુ પાણી લાવવું પડે છે.આદિપુરને જયાથી પાણીનું વિતરણ થાય છે તે 2/બીના પાણીના ટાંકા પર કોગ્રેસના આગેવાનો પહોચી જઈ તાળા બંધી કરતાં પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતા. પાણીનો સપ્લાય અને ટેન્કર ન ભરાતા પાણી આવવાની આશા પર અવલંબતા નાગરિકોને પાણી ન મળતા હડીયાપટી કરવાનો સમય આવ્યો હતો. બપોર બાદ તાળા ખોલવામાં આવ્યા હતા ને પાણી વિતરણ કરાતા લોકોએ જેને પાણી મળ્યુ તેણે હાશકારો અનુભવ્યો હતો.

Comments