ગુજરાતમાં અનલોક-5ના નિયમો:રાજ્યમાં સરકારી-ખાનગી બસ સેવામાં હવે અડધા નહીં, પણ પોણા ભાગે પેસેન્જર ભરી શકાશે, સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે

  • કેન્દ્ર સરકારે બુધવારે અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં શિક્ષણજગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે નીચે પ્રમાણેની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છેઃ

    • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.
    • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે.

  • બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે.
  • મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
  • તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે.
  • રાજ્યની હોટલ્સ અને રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી.
  • શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્ રહેશે.
  • લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે.
  • રાજ્યમાં બસસેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે.
  • મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્ રહેશે.
  • રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.
  • કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને ફેસ કવર બેસાડી શકાશે.
  • પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.
  • ટૂ-વ્હીલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે
  • કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદની નવી ગાઇડલાઇન્સ 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે.
  • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને લેવામાં આવશે.
  • રાજ્યમાં શાળા, કોચિંગ સંસ્થાઓ 15મી ઓક્ટોબર બાદ પુનઃશરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Comments