અમદાવાદ સોમવારથી AMTS- BRTS શરૂ થશે પરંતુ નદી પાર બસ નહી જાય, 50 ટકા પેસેન્જર મુસાફરી કરી શકશે

  • લાલદરવાજા બસ સ્ટેન્ડ કાર્યરત નહીં રહે, બસો નટરાજ સિનેમાથી ઉપડશે
  • 300 AMTS અને 125 જેટલી BRTS બસો રોડ પર દોડશે
  • પશ્ચિમ રૂટની બસ પશ્ચિમ બને પૂર્વ રૂટની બસ પૂર્વમાં જ જશે
  • રાજ્યમાં સોમવારથી એસટી, AMTS અને BRTS સેવાઓ શરૂ થવા જઈ રહી છે. 2 મહિના બાદ શહેરના રસ્તાઓ પર 300 AMTS અને 125 BRTS બસો દોડશે. જો કે AMTS-BRTSની બસોમાં માત્ર 50 ટકા જ સીટીંગ રહેશે જેથી બસમાં કોઈ જ ભીડ નહીં કરવા દેવામાં આવે. એક AMTSમાં 32ની કેપેસિટી છે પરંતુ 50 ટકા જ બેસવા દેવાના હોવાથી માત્ર 16 લોકો જ બેસી શકશે.
    કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બસ સેવા નહીં
    AMTSના ચેરમેન અતુલ ભાવસારે 
    સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 300 બસો કાલથી શરૂ થશે. રૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બસ દોડશે નહીં. લાલદરવાજા બસ સ્ટેન્ડ કાર્યરત નહીં રહે. લાલદરવાજાની બસો નટરાજ સિનેમા પાસેથી બસો ઉપડશે. નદીની પાર કોઈ બસો જશે નહીં. સોશિયલ ડિસ્ટન્સ બસ સ્ટેન્ડ પર જળવાય તે માટે ફ્લાઈંગ સ્કવોડ અને વિજિલન્સ ટીમો તહેનાત કરવામાં આવશે.
    કેટલાક રૂટમાં ફેરફાર
    જ્યારે BRTSની 125 બસો ચાલુ કરવાની છે જેને લઈ બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા માટે ગાર્ડસ મુકવામા આવશે. બસમાં માત્ર 50 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. અલગ અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
    BRTSના 8 રૂટમાં 125 બસ ફરશે
    1. ઝુંડાલથી એલડી કોલેજ
    2. ગોતા ક્રોસથી એલડી કોલેજ
    3. ભાડજ સર્કલથી જૂના વાડજ
    4. ઘૂમા ગામથી નેહરૂનગર
    5. ઈસ્કોન ક્રોસ રોડથી અંજલી
    6.આરટીઓ સર્કલથી ઈસ્કોન ક્રોસ રોડ
    7. નરોડા ગામથી નારોલ
    8. ઓઢવ રિંગ રોડથી અજીત મિલ
    AMTS પૂર્વ ઝોન
    જુદાજુદા વિસ્તારો જો કે નેનપુર ચોકડી, નાના ચિલોડા વગેરે રૂટોને શહેરના કેન્ટેઈનમેન્ટ વિસ્તારને ધ્યાને રાખીને કરટેઈલ કે ડાયવર્ટ કરાયા છે. તેથી પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, નરોડા, સારંગપુર, કાલુપુર સુધી બસો સંચાલિત થશે. જેમાં હાટકેશ્વરથી 5 રૂટમાં 18 બસો, નરોડાથી 3 રૂટમાં 20 બસો અને સારંગપુર/કાલુપુરથી 17 રૂટમાં 86 બસો દોડાવાશે.
    AMTS પશ્ચિમ ઝોન
    પશ્ચિમ વિસ્તારના કાંસીન્દ્રા ગામ, બાકરોલ ગામ, સાણંદ, રજોડા પાટીયા, મટોડા પાટીયા, રાણીપ, ઘુમા વગેરે રૂટોને શહેરના કન્ટેઈનમેન્ટ વિસ્તારોને ધ્યાને રાખીને કરટેઈલ કે ડાયવર્ટ કરાયા છે. તેથી વાસણા, પાલડી, નટરાજ, વાડજ સુધી સંચાલિત થશે. જેમાં વાસણા/ પાલડીથી 14 રૂટમાં 72 બસો, નટરાજ/ આશ્રમ રોડથી 13 રૂટમાં 107 બસો અને વાડજથી 9 રૂટમાં 32 બસો દોડાવાશે.
    બસો સેનેટાઈઝ કરાઈ
    આવતીકાલથી બસો શરૂ થતાં આજે ડેપોમાં બસોને સેનેટાઈઝ કરવામાં આવી છે. તમામ બસોને સેનેટાઈઝ કરી માસ્ક પહેરીને ડ્રાઇવર બસ ચલાવશે. માસ્ક પહેરવું ફરજીયાત છે.

Comments