બસ શરૂ / જૂનાગઢનું એસટી ડિવીઝન સોમવારથી 250 બસ દોડાવશે
જૂનાગઢ.
બાંટવા, જેતપુર, ધોરાજી,વેરાવળ, કેશોદની બસ ઉપડશે
જૂનાગઢનાં ડિવીઝનલ કન્ટ્રોલર શાહે જણાવ્યું હતું કે, જૂનાગઢના વિવિધ ડેપોની મળી સોમવારથી 250 જેટલી બસનું સંચાલન કરવામાં આવશે. જૂનાગઢ ડેપો ઉપરાંત બાંટવા, જેતપુર, વેરાવળ, કેશોદ, માંગરોળ, ધોરાજી વગેરે ડેપોની બસ પણ દોડતી થશે. ગુર્જર નગરી તેમજ એક્સપ્રેસ બસની સેવા શરૂ થશે. આ બસનું સંચાલન સવારના 7 થી રાત્રીના 8 વાગ્યા સુધીનું રહેશે.
ક્યા ડેપોમાંથી કેટલી બસ દોડશે : જૂનાગઢ ડેપો : જૂનાગઢથી દ્વારકા, સુરત, જામનગર, દીયોદર, અમદાવાદ, રાજકોટ, વેરાવળ, મેંદરડા વગેેરે રૂટ. બાંટવા ડેપો : બાંટવાથી અમદાવાદ, અમદાવાદથી બાંટવા, બાંટવાથી ગોધરા, ગોધરાથી બાંટવા. જેતપુર ડેપો : જૂનાગઢ, ઉના, બગદાણા,પોરબંદર, ઉપલેટા. વેરાવળ ડેપો: વેરાવળથી વડોદરા, ગાંધીનગર, સોમનાથ, ભાવનગર, મહુવા, વેરાવળ. કેશોદ ડેપો : કેશોદથી રાજકોટ અને માળીયાથી જામનગર. માંગરોળ ડેપો : માંગરોળથી અમદાવાદ, ભાવનગર અને રાજકોટ. ધોરાજી ડેપો: ધોરાજીથી ભાવનગર, જૂનાગઢ, આણંદ,મહુવા દોડશે.
Comments
Post a Comment