જૂનાગઢ પોલીસ ગરબાનો કેસઃ કાર્યક્રમને લઈ ટ્રેનિંગ સેન્ટરના DySP વાણિયાએ આપ્યું હાસ્યાસ્પદ નિવેદન
રાજ્યમાં ખુબ જ ગાજેલો જામખંભાળીયા (Jamkhambhaliya)માં ફાયરિંગ કેસ (Firing case)માં આજે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS (Gujarat ATS)એ બે આરોપીને હથિયાર સાથે ઝડપ્યા છે, જેમણે બિટકોઈન કેસ (Bitcoin case)માં નિશા ગોંડલિયા (Nisha Gondalia)પર ફાયરિંગ (Firing) કર્યુ હતુ. ગુજરાત ATSએ ધરપકડ કરેલ લોકોમાં મુકેશ સિંધી (Mukesh Sindhi) અને અયુબ દરજાદા (Ayub Darjada)નો સમાવેશ થાય છે. આ કેસમાં આજે ATSની ટીમે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવ્યું હતું અને ફાયરિંગનો આરોપ જયેશ પટેલ, યશપાલ પર નાંખ્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ આજે મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી અને તેમની પાસેથી ફાયરિંગમાં વપરાયેલા હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ બીટકોઈન કૌભાંડમાં નિશા ગોંડલિયા ચર્ચામાં આવ્યા હતા. નિશા ગોંડલિયા પર