સમર્પણ નિધિ અભિયાન:રામ મંદિર નિર્માણ માટે 42 દિવસ ચાલશે સમર્પણ નિધિ અભિયાન
- જૂનાગઢ જિલ્લાના 432 ગામોમાં રાશિ માટે કાર્યકર્તાઓ જશે
- ભવનાથ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં કરાયો નિર્ણય
જૂનાગઢના ભવનાથ સ્થિત શેરનાથ બાપુના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમમાં શુક્રવારે સંત સંમેલન યોજાયું હતું. અા સંમેલનમાં અયોધ્યામાં નિર્માણાધિન ભવ્ય રામમંદિર માટે રાશી એકત્ર કરવા રામમંદિર સમર્પણ નિધી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીયમંત્રી-વીએચપીના પ્રવકતા દેવજી રાવતે જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરીથી લઇને 27 ફેબ્રુઆરી સુધી રામ મંદિર સમર્પણ નિધી અભિયાન શરૂ કરવામાં આવશે.
દેશના 5.25 લાખ ગામોમાં વસતા 65 કરોડ કરતા વધુ હિન્દુ પરિવારો પાસે 40 લાખ કાર્યકર્તાઓ રામ મંદિર નિર્માણ માટે રાશી એકત્ર કરવા જશે. આ કામગીરી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતી તિર્થક્ષેત્ર દ્વારા કરવામાં આવશે.આ માટે દરેક રાજ્યોના શહેરોમાં સંતોનું સંમેલન પણ યોજાશે જેના ભાગરૂપે ભવનાથમાં સંત સંમેલન યોજાયું છે. સંતો પણ રામ મંદિર નિર્માણ હેતુ રાશી એકત્ર કરવા સમાજમાં જશે. 10 રૂપિયાથી લઇને મોટી રકમ એકત્ર કરાશે. જૂનાગઢ જિલ્લામાં વસતા 14 લાખથી વધુ હિન્દુ પરિવારોના 432 ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જઇ રાશી એકત્ર કરશે.આ રીતે એકત્રિત થયેલી ધનરાશી રામ મંદિર નિર્માણ કાર્યમાં વપરાશે
Comments
Post a Comment