કોરોના 2.0:ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો, યુકેથી આવેલા 4 લોકોમાં જોવા મળ્યો, SVPમાં દાખલ?
કોવિડના આ નવા સ્ટ્રેનમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે
યુકેથી આવેલા લોકોના ટેસ્ટના સેમ્પલને પુણેની લેબમાં મોકલ્યા હતા. જેમા 4 લોકો પોઝિટિવ આવ્યા છે. હજુ 15 સેમ્પલના રિપોર્ટ આવવા ના બાકી છે. UKથી આવેલી ફલાઈટના તમામ પેસેન્જર હાલમાં ઓબજર્વેશન હેઠળ છે. દર્દીઓની સારવાર માટે તૈયારીઓના ભાગ રૂપે SVP હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. કોવિડના આ નવા સ્ટ્રેનમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે.
6 દર્દીઓનાં ટેસ્ટનો રિપોર્ટ પુણે લોબોરેટરીથી આવવાનો બાકી
અમદાવાદમાં યુકેના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. લંડનથી અમદાવાદ આવેલા અને કોરોના પોઝિટિવ 4 દર્દીઓમાં લંડન સ્ટ્રેન જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ડિસેમ્વરે 175 મુસાફરો લંડનથી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા હતા. જેઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હજુ અન્ય 6 દર્દીઓનાં આ ટેસ્ટનો રિપોર્ટ પુણે લોબોરેટરીથી આવવાનો બાકી છે.
અમદાવાદની સાથે રાજકોટ-સુરતમાં પણ નવા કોવિડ સ્ટ્રેનની એન્ટ્રીની ચર્ચા
અમદાવાદની સાથે રાજકોટ તેમજ સુરતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકોટમાં બ્રિટનથી આવેલા યુવાન અને તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે એન હાલમાં પરિવારના સભ્યોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ મુદ્દે નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડે જણાવ્યા મુજબ બ્રિટનથી યુવાનને કોરોના આવ્યો છે પંચવટી રોડ પર રહે છે, રિપોર્ટ પોઝિટીવ છે પણ નવો કોરોના છે કે નહીં તે હવે જાહેર થશે, પણ પરિવારના સભ્યોને પણ કોરોના આવ્યો. હશે નવો કોરોના છે કે નહિ હવે જાહેર થશે.?
Comments
Post a Comment